Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના લાલપર ગામ નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકનું મોત

મોરબીના લાલપર ગામ નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વાંકાનેર હાઈવે પર ડમ્પર નં. જીજે-૩૬-ટી-૫૭૫૪ પુર ઝડપે આવતું હોય દરમ્યાન લાલપર ગામ નજીક પહોંચાતાની સાથે આગળ જતા મોટર સાઈકલ નં. જીજે-૩૬-એમ-૩૨૫૦ ને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક મૂળ કર્ણાટક રાજ્યનો તિરુમલા માદેવ દેવડીગા હોવાની જાણવા મળ્યું હતું અને તે ત્રાજપર ચોકડી શ્રી રામ એપાર્ટમેન્ટમાં રહીને કોમેન્ટ ગ્રેનાઈટો કારખાનામાં સુપરવાઈઝરનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે કારખાનાનાં સંચાલક મનસુખભાઈ બોપલીયાએ ડમ્પર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!