Saturday, April 27, 2024
HomeGujaratમોરબી તાલુકામાં લુટાવદર ગામ પાસે રીક્ષા હડફેટે બાઈકસવારનું મોત

મોરબી તાલુકામાં લુટાવદર ગામ પાસે રીક્ષા હડફેટે બાઈકસવારનું મોત

મોરબી તાલુકામાં વધુ એક અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જેમાં લુટાવદર ગામ પાસે મેટ્રો કારખાના સામે પુરપાટ ઝડપે જતી રીક્ષાએ મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઇકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જયારે રીક્ષા ચાલક અકસ્માત સર્જી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના લુટાવદર ગામ પાસે મેટ્રો કારખાના સામે રોડ ઉપર ગઈકાલે વધુ એક યુવકનું પ્રાણપંખીડું ઉડી ગયું હતું. જેમાં પુરપાટ ઝડપી જતી GJ-36-U-3693 નંબરની સી.એન.જી.રીક્ષાના ચાલકે પોતાના હવાલાવાળી રીક્ષા પુરઝડપે ચલાવી ફરીયાદી બુધ્ધનભાઇ લાલનભાઇ વર્મા (રહે હાલ અમોના માર્શલ પણજી ગોવા મુળ રહે ગામ મહારાજપુર તા.બાસડી જી.બલીયા રાજ્ય ઉતર પ્રદેશ)ના કાકાના દિકરા રંજીતભાઇને તેની પાસે રહેલ GJ-03-FR-9718 નંબરની મોટર સાઇકલ સાથે હડફેટે લઇ એક્સીડન્ટ કરી શરીરે ગંભીર ઇજા કરતા સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યું હતું. જયારે આરોપી રીક્ષા ચાલક અકસ્માત સર્જી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!