Wednesday, May 8, 2024
HomeGujaratજાંબુડીયા ગામની સીમમાં જુગાર રમતા મહિલાઓ સહીત પાંચ ઝડપાયા

જાંબુડીયા ગામની સીમમાં જુગાર રમતા મહિલાઓ સહીત પાંચ ઝડપાયા

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, જાંબુડીયા ગામની સીમ, મચ્છોનગર, જાહેરમાં ગંજીપાના તેમજ પૈસા વડે હાલ જીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. અને જુગાર રમતા સંજયભાઇ નાથાભાઇ કૈલા (રહે. ઘુંટુ, તા.જી.મોરબી), અલ્પેશભાઇ વલ્લભભાઇ રાઠોડ (રહે. રફાળેશ્વર, તા.જી.મોરબી), ધનીબેન રમેશભાઇ સાંતોલા (રહે. રફાળેશ્વર, તા.જી.મોરબી), જયોત્સનાબેન પ્રવિણભાઇ પરમાર (રહે. રફાળેશ્વર, તા.જી.મોરબી), લાભુબેન પ્રાગજીભાઇ ઇન્દરીયા (રહે. રફાળેશ્વર, તા.જી.મોરબી), હંસાબેન સુરેશભાઇ ઉઘરેજા (રહે. રફાળેશ્વર, તા.જી.મોરબી) તથા ભાવનાબેન સુરેશભાઇ બાવળીયા (રહે. રફાળેશ્વર, તા.જી.મોરબી) એમ 5 મહિલાઓ સહીત 7 લોકોને પકડી પાડ્યા છે. અને આરોપીઓ પાસેથી મોરબી તાલુકા પોલીસે રોકડા રૂ.૧૧,૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી આરંભી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!