Wednesday, September 18, 2024
HomeGujaratહળવદના ધનાળા ગામ પાસે બોલેરો ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક સવારનું મોત...

હળવદના ધનાળા ગામ પાસે બોલેરો ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક સવારનું મોત : એક ઘવાયો

મોરબી જિલ્લાનાં હળવદના માળીયા હાઇવેથી ધનાળા ગામ જતા રસ્તે આવેલ મોબાઈલ ટાવર પાસે એક બોલેરો પીકઅપ વાહનના ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત નીપજ્યું, જયારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત 22 સપ્ટેમ્બરે નાનજીભાઇ જીણાભાઇ તારબુંદીયા અને મનજીભાઇ વીરજીભાઇ દલવાડી પોતાનું જીજે-૧૩-એએ-૪૧૬૩ નંબરનું બાઈક લઈ માળીયા હાઇવેથી ધનાળા ગામના રસ્તે જઈ રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતા જીજે-૧૧-ટી.ટી-૭૦૫૫ નંબરની બોલેરો પીકઅપ વાહનના ચાલકે જીઓ કંપનીના ટાવર પાસે બાઈકને હડફેટે લીધી હતી. જેમાં બાઈકસવાર નાનજીભાઇ જીણાભાઇ તારબુંદીયાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે મનજીભાઇ વીરજીભાઇ દલવાડીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!