વાંકાનેરના લાલપર ગામના બોર્ડ નજીક નેશનલ હાઇવે ઉપર બેફામ સ્પીડમાં જતા ટેન્કર ચાલકે બાઇકનો ઓવરટેક કરી બાઇકને સાઈડમાં ટક્કર મારતા બાઈક સવાર પ્રૌઢ ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેઓને હાથ કાપવાની ફરજ પડી હતી.
હિટ એન્ડ રનની મળતી માહિતી અનુસાર વાંકાનેરના ગારીયા ગામે રહેતા મચ્છારામ ખાખીરામ ગોંડલીયા ઉવ.૫૦ એ ટેન્કર રજી.નં. જીજે-૧૨-બીડબ્લ્યુ-૪૧૧૭ ના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત ૨૦ માર્ચના રોજ કામના મંછારામ પોતાનુ મોટર સાયકલ રજી નં- જીજે-૦૩-એલપી-૫૮૬૩વાળુ ચલાવીને જતા હતા ત્યારે લાલપર ગામના બોર્ડ પાસે ને.હાઇવે રોડ ઉપર ટેન્કર ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઇથી ચલાવીને ફરીયાદી મંછારામના મોટર સાયકલને જમણી બાજુથી ઓવર ટેક કરતી વખતે ટકર મારતા મંછારામ મોટર સાયકલ સહીત પડી ગયેલ અને મંછારામનો જમણો હાથ બહારની સાઈડ રહી જતા ટેન્કરનુ પાછળનું ટાયર હાથ પર ફરી વળતા ગંભીર ઈજા કરી આરોપી પોતાના હવાળાવાળુ ટેન્કર દુર્ઘટના સ્થળ ઉપરથી ચલાવી નાશી ગયેલ હતો. અકસ્માતના પગલે મોટર સાયકલ ચાલક મંછારામને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે લઇ જવાતા સારવાર દરમ્યાન હાથમાં ગંભીર ઇજાને પગલે કોણી પરથી કાપી નાખાવા ડોક્ટરને ફરજ પડી હતી. ત્યારે ઈજાગ્રસ્ત મોટર સાયકલ ચાલક મંછારામ દ્વારા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.