Sunday, May 5, 2024
HomeGujaratવાંકાનેર જીનપરા જકાતનાકા નજીક યુવકને ત્રણ શખ્શોએ માર માર્યો

વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક યુવકને ત્રણ શખ્શોએ માર માર્યો

મળતી માહિતી અનુસાર વાંકાનેરની ભાટીયા સોસાયટી શિવાજી પાર્કમાં શેરી નં ૩માં રહેતા મયુરર્સિંહ ધર્મેદ્રસિંહ ઝાલા ઉવ.૩૩ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી કાળુભાઇ મોગલ, અકબરભાઇ ફકીર રહે,વાંકાનેર સીટી સ્ટેશન રોડ તથા એક અજાણ્યા માણસ એમ કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી કાળુભાઇ મોગલે આરોપી અકબરભાઈના ફોન ઉપરથી સ્પીકર ફોન ઉપર મયુરસિંહને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે મયુરસિંહ જીનપરા જકાતનાકે જતા જ્યાં આરોપી અકબરભાઈ તથા અજાણ્ય માણસે મયુરસિંહને પથ્થર તથા પ્લાસ્ટીકના કેરેટ વડે આડેધડ મુઢ માર મારી તથા આરોપી અકબરભાઈએ ચા બનાવાના ચમચા વડે મયૂરસિંહને નેણ ઉપર ઇજા કરી ત્રણેય આરોપીઓએ ગુન્હામાં એકબીજાને મદદગારી કરતા સમગ્ર બનાવ બાબતે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!