Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીમાં બાઈક ચોરતી ટોળકી ફરી સક્રિય:વધુ બે બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં બાઈક ચોરતી ટોળકી ફરી સક્રિય:વધુ બે બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં બાઈક ચોરતી ટોળકી ફરી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. રોજ બરોજ બાઈક ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીનાં વધુ બે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં ઉમારેસીડેન્ટ દુર્લભપાર્ટીપ્લોટની બાજુમા આનંદનગર પાછળ દલવાડી સર્કલ પાસે રહેતા કેશવજીભાઇ દેવકરણભાઇ અઘારા નામના શખ્સ ગત તા.૨૩/૧૧/૨૦૨૨ ના રાત્રીના બારેક વાગ્યા આસપાસ પોતાનું GJ.03.CH.6498 નંબરનું બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક મોરબી નવા બસસ્ટેન્ડ અંદર પાર્કીંગમાં પાર્ક કરી બહાર ગામ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેમની બાઈકની ઉઠાંતરી કરી જતા તેમણે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જયારે અન્ય બનાવમાં મોરબીના લક્ષ્મીનગરમાં રહેતા જયંતીભાઇ કેશવજીભાઇ વાધડીયા નામના આધેડ પણ પોતાનું GJ.03.ES.2893 નંબરનું બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક ગત તા.૨૩/૧૧/૨૦૨૨ના રોજ સાંજના સમયે મોરબી નવા બસસ્ટેન્ડ પાસે આવેલ સુપરમાર્કેટના પાર્કીંગમાં પાર્ક કરી કામ અરે બહાર ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેમની બાઈકની ઉઠાંતરી કરી જતા તેમણે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે નવા બસસ્ટેન્ડ પાસે એક જ દિવસમાં બે બાઈ ચોરીના બનાવો નોંધાતા વિસ્તારના લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!