Thursday, April 25, 2024
HomeGujaratટંકારામાં ધરતીધન હોટલ સામે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાતા ફરિયાદ નોંધાઈ

ટંકારામાં ધરતીધન હોટલ સામે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાતા ફરિયાદ નોંધાઈ

મોરબીમાં દિન પ્રતિદિન અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ગઈકાલે ટંકારામાં ધરતીધન હોટલ સામે કટ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડની કટ પર ઉભેલ કારને પાછળથી આવ અન્ય કારે ઠોકર મારતા ફરિયાદ સહિત અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સોનલબેન જગદીશભાઈ ઝાલાવડીયા નામની મહિલા તેના સાથીઓ સાથે ગત તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ હિતેષભાઈ જેન્તીભાઈ અણેવાડીયાની જી.જે.૦૩.એફ.કે. ૫૦૮૧ નંબરની ઇકોમાં જઈ રહ્યા હતા. ત્યારે આરોપીએ પોતાની ગાડી પુરપાટ ઝડપે ચલાવી મોરબી રાજકોટ રોડ પર ધરતીધન હોટલ સામે કટ ઉપર પડેલ જી.જે.૦૩.સી.આર. ૩૨૦૮ નંબરની વેગનઆર ગાડીના પાછળના ભાગે ભટકાડી દેતા ફરિયાદી સહીત અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જે સમગ્ર મામલે સોનલબેને ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!