Friday, October 18, 2024
HomeGujaratમોરબીમાં બાઈક ચોરતી ટોળકી સક્રિય ! : એક જ દિવસમાં ચાર સ્થળોએથી...

મોરબીમાં બાઈક ચોરતી ટોળકી સક્રિય ! : એક જ દિવસમાં ચાર સ્થળોએથી થઈ બાઈકની ઉઠાંતરી.

મોરબી શહેર જિલ્લામાં છેલ્લા પખવાડીયામાં બાઇક તથા એક્ટિવા ચોરીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે શહેરમાંથી માત્ર 24 કલાકના સમયગાળમાં ચાર સ્પ્લેન્ડર બાઇક ચોરી થતા પોલીસ આ બાઇક ચોરને પકડવા કામે લાગી ગઇ છે. શહેરમાં જાણે બાઇક ચોર ટોળકી સક્રિય થઇ હોય તેમ લોકોમાંથી જાણવા મળ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવમાં, ટંકારાનાં કલ્યાણપર ખાતે રહેતા કાંતીલાલ રાઘવજીભાઇ સવસાણીએ ગત તા-૨૬/૧૧/૨૦૨૨ ના રોજ પોતાનું GJ-03-HC-8930 નંબરનું હીરો કંપનીનું સ્પલેન્ડર પ્રો મોટર સાયકલ સવારે મોરબી શાકમાર્કેટના સામેના વડા પાસે પાર્ક કરી બહાર ગયેલ હોય જે દરમિયાન કોઈ ચોર ઈસમ તેની બાઈકની ચોરી કરી ગયેલ હતો. જે ફરિયાદીએ પરત આવી જોતા પોતાની બાઈક સ્થળ પર ન મળતા આખરે તેણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જયારે અન્ય બનાવમાં, મોરબીનાં જલારામ પાર્ક બ્લોક નંબર-૧૨ નવલખી રોડ ખાતે રહેતા અનિલકુમાર નરશીદાસ સોમૈયા નામના ઇલેક્ટ્રીક વાયરીંગ કામ કરતા વૃધ્ધે ગત તા-૦૫/૦૫/૨૦૨૨ ના રોજ પોતાની GJ-36-N-8629 નંબરનું હીરો કંપનીનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ સાંજના સમયે વંસત પ્લોટ શેરી નં-૦૧ રાજસ્થાન પાઉભાજી વાળી શેરી રવાપર રોડ પાસે પાર્ક કરેલ હતી. જ્યાંથી તેઓની સન ૨૦૧૯ ની મોડલનુ ગ્રે-બ્લેક કલરનું મોટર સાઈકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી જતા ફરિયાદીએ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ત્રીજા બનાવમાં, મોરબીનાં ઓમશાંતી પાર્ક સોસાયટી કન્યાછાત્રાલય રોડ ખાતે રહેતા અશોકભાઇ ચંદુભાઇ કડીવાર નામના આધેડે મોરબી શનાળા રોડ જયદિપ પાઉભાજીની આગળની શેરીમાં ગત તા-૧૦/૦૫/૨૦૨૨ ના રોજ રાત્રીના 7 વાગ્યા આસપાસ પોતાની GJ-36-E-0862 નંબરની સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ પાર્ક કરેલ હતી. અને એક કલાક પૂરતા બહાર ગયા હતા. જ્યાંથી તેઓએ પરત આવી જોતા તેઓને પોતાનું બાઈક સ્થળ પર હાજર ન મળતા તેઓએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જુરે ચોથા બનાવમાં, મોરબીમાં રવાપર સભારાવાડીની સામે ધુનડા રોડ ખાતે રહેતા મુનાભાઇ રાયમલભાઇ ગારડી નામના યુવકે ગત તા.૨૩/૦૨/૨૦૨૩ ના રોજ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે પાર્કિંગમાં પાર્ક કરી હોસ્પિટલમાં ગયેલ હતા. ત્યારે કોઈ અજાણ્યા ચોર બાઈક લઈ ફરાર થઇ જતા ફરિયાદીએ પરત આવી જોતા તેઓને પોતાનું બાઈક સ્થળ પર હાજર ન મળતા તેઓએ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!