Sunday, May 10, 2026
HomeGujaratમોરબીના પીપળી ગામ નજીક મંદિરે દર્શન કરવા ગયેલ વૃદ્ધના બાઇકની ચોરી

મોરબીના પીપળી ગામ નજીક મંદિરે દર્શન કરવા ગયેલ વૃદ્ધના બાઇકની ચોરી

મોરબીના પીપળી ગામ નજીક આવેલ રનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલ વૃદ્ધે પોતાનું બાઇક મંદિરના પાર્કિંગમાં પાર્ક કરેલ હોય ત્યાંથી કોઈ વાહન ચોર તેમનું બાઇક ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મૂળ રાયસંગપર ગામના અને હાલ મહેન્દ્રનગર નજીક હરિગુણ હાઈટ્સ એ બ્લોક નં.૬૦૧માં રહેતા મહાદેવભાઈ રેવાભાઈ રંગપરીયા ઉવ.૬૧ એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ, ગત તા.૦૭/૦૫ના રોજ સાંજે મહાદેવભાઈ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં. જીજે-૦૩-એચએન-૩૫૩૭ લઈને પીપળી ગામ નજીક આવેલ અરનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા, ત્યારે તેઓએ મંદિરના પાર્કિંગમાં મોટર સાયકલ પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ અજાણ્યું વાહન ચોર મહાદેવભાઈનું ઉપરોક્ત સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરી લઈ ગયું હતું. ત્યારે પ્રથમ ઇએફઆઇઆર બાદ રૂબરૂ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!