મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માધાપરના ઝાંપા નજીક જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા વિજયભાઈ લવજીભાઈ નકુમ ઉવ.૪૫ રહે.માધાપર શેરી નં.૨૧, પરષોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી ઉવ.૬૪ રહે. માધાપર શેરી નં.૨ મોરબી તથા ગુલામહુસેન અબ્રાહમભાઈ સુમરા ઉવ.૬૫ રહે. વનાળીયા તા.જી.મોરબી વાળાને રોકડા રૂ.૧૧,૮૦૦/;સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






