મોરબીમાં બાઈક ચોર ફરી સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. રોજ બરોજ બાઈક ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગત તા-૧૬/૧૧/૨૦૨૨ ના રોજ વધુ એક બાઈકની ઉઠાંતરી થઇ હોવની ઘટના સામે આવી છે. જે મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, મોરબીમાં ઉમિયા સર્કલની બાજુમાં આવેલ ઉમિયાનગર સોસાયટી -૨ માં રહેતા નિલેશભાઈ મોહનભાઈ ગરચર નામનો યુવાન ગત તા-૧૬/૧૧/૨૦૨૨ ના રોજ પોતાનું હીરો કંપનીનું જીજે.૦૩.એફસી.૬૮૬૯ નંબરનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક લઈ રવાપર રોડ સીસી પડદાવાળી શેરીમાં સિધ્ધીવીનાયક કોમ્પલેક્ષની બાજુમાં પાર્ક કરીને ગયેલ હતો. જ્યાંથી કોઈ અજાણ્યા ચોર તેની બાઈક ચોરી ગયો હતો. જેને લઈ ફરિયાદીએ આજુબાજુના વિસ્તારમાં જાત તપાસ કરી છતાં બાઈક ન મળતા આખરે તેણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.









