Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેરમાં કારની હડફેટે બાઈકચાલકનું મોત : ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં કારની હડફેટે બાઈકચાલકનું મોત : ફરિયાદ નોંધાઈ

આ અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલાના મોટી મોલડી ગામે રહેતા સુનીલભાઇ શૈલેષભાઇ વાઢેર (ઉ.વ. ૨૩) અને પ્રકાશભાઇ પ્રવિણભાઇ વાઢેર (ઉ.વ. ૧૮) તા.૧૬ ના રોજ વાંકાનેરના કણકોટ ખેરવા ગામ વચ્ચે ડબલ સવાર બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુર ઝડપે આવતી હોન્ડા કંપનીની સફેદ કાર નં. જીજે-૦૩-જેસી-૦૮૩૯ ના ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલક પ્રકાશભાઇ પ્રવિણભાઇ વાઢેરનું મોત નીપજ્યું હતું જ્યારે સુનીલભાઇ શૈલેષભાઇ વાઢેરને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે તેમણે કારચાલક સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી કારચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!