Wednesday, October 28, 2026
HomeGujaratમોરબીના ઉંચી માંડલ નજીક ટેઈલર ટ્રકની ટક્કરે બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત

મોરબીના ઉંચી માંડલ નજીક ટેઈલર ટ્રકની ટક્કરે બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત

એકોડ સિરામિક કારખાના સામે અકસ્માતમાં મોઢાના ભાગે ટાયર ફરી વળતા યુવાને જીવ ગુમાવ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઉંચી માંડલ ગામથી તળાવીયા શનાળા તરફ જતા માર્ગ પર ટેઈલર ટ્રકની ટક્કરે બાઈકચાલક હિતેશભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના બનેવીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ટ્રકચાલક સામે બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં તળાવીયા શનાળા રોડ પર આવેલા એકોડ સિરામિક કારખાના સામે ગઈ તા.૨૬ ઓક્ટોબરના રોજ અકસ્માત સર્જાયો હતો. જેમાં હિતેશભાઈ યમહા એફઝેડ મોટરસાઇકલ રજી. નં. જીજે-૩૬-એબી-૪૨૨૮ લઈને ઉંચી માંડલથી તળાવીયા શનાળા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ટેઈલર ટ્રક રજી.નં. આરજે-૧૯-જીએફ-૫૫૪૮ ના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં હિતેશભાઈ નીચે પટકાયા હતા અને ટ્રકના ટાયર નીચે આવી જતાં હિતેશભાઈને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ અંગે મૃતકના બનેવી સંતોષભાઈ શામજીભાઈ જંજવાડિયા રહે.ત્રાજપર એસ.આર. પેટ્રોલ પંપ પાછળ મોરબી-૨ વાળાએ આરોપી ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!