વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં પોતાની વાડીએ ઝેરી દવા પી જતાં મનોજભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વાંકાનેરના મોટા લુણસર ગામના મનોજભાઈ શામજીભાઈ વાઘેલા ઉવ.૪૦એ ગત તા.૨૬ ઑક્ટોબરના રોજ કોઈ કારણોસર લુણસર ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






