Sunday, December 22, 2024
HomeNewsMorbiમોરબીના મીતાણા ચોકડી પર ઓવરબ્રીજના બ્લોકમાં બાઈક અથડાતા બાઈકચાલકનું મોત

મોરબીના મીતાણા ચોકડી પર ઓવરબ્રીજના બ્લોકમાં બાઈક અથડાતા બાઈકચાલકનું મોત

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવે પર મીતાણા ચોકડી પર નવા બની રહેલ ઓવરબ્રિજની સિમેન્ટ પેનલ સાથે બાઈક અથડાતા આધેડનું મોત થયું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના હમીરપર ગામે રહેતા રૂપસિંગ રાયસિંગ બૂડેદિયા (ઉ.૪૪) પોતાનું સ્પ્લેન્ડર મોટર સાઈકલ એન્જીન નંબર ૦૩સી/૮ એમ.ઓ.૩૩૫૭ વાળું લઈને પુર ઝડપે મોરબી રાજકોટ હાઈવે પર જતો હોય દરમિયાન મીતાણા ચોકડી પર નવા બનતા ઓવર બ્રીજના સિમેન્ટના આર.ઈ. પેનલ (બ્લોક) સાથે પોતાનું મોટર સાઈકલ ભટકાતા માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોચી હતી જેમાં રૂપસિંગ બૂડેદિયાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે મૃતકના ભાઈ માનસિંગ બુદડીયાની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!