ગુરૂના હુલામણા નામથી ખ્યાતનામ ટંકારા સિવીલ હોસ્પિટલના ડ્રેસર વય મર્યાદા પુર્ણ થતા વિદાયમાન યોજાયો. દવાખાનાના ડોક્ટરો સ્ટાફગણ ઉપરાંત શહેરના વિવિધ કાર્ય સાથે જોડાયેલા ગણમાન્ય નગરજનો પણ હાજર રહ્યા.
ટંકારા સિવીલ હોસ્પિટલમાં જતાંજ મંદમંદ હાસ્ય સાથે દર્દથી પીડાતા અકસ્માતમાં ધાયલ કે કાયમી ડ્રેસિંગ રૂમમાં પાટા પિંડી કરવા આવતા ગુરૂને ન ઓળખે એવુ ન બને અને આ હુલામણા નામથી ઓળખાતા બીપીનચંદ્ર દેવમુરારી ટંકારા સરકારી હોસ્પિટલમાં વય મર્યાદા પુર્ણ થતા સ્ટાફે જાજરમાન વિદાયમાન આપ્યો હતો. બિપીન દાદાએ રાજકોટ મોરબી રોડ પર અકસ્માતે ધાયલ થયેલા અસંખ્ય લોકોને ઈમર્જન્સી પાટા બાંધી તાકીદે સારવાર આપી જેનો એમણે સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે કોઇ ગુમડુ કે રસી થી પિડાતા એમની પાસે પોતિકા બની આવે અને માનભેર નોકરીમાં ફરજ બજાવી હતી. આ તકે અહીના અધ્યક્ષ ડો. દિપ ચિખલિયા, રીટાર્યડ બોસ તરીકેના નાંમકિત ડોક્ટર વી બી ચિખલિયા ડો વિ એમ પારેખ ડો. નિસંગ પડસુબિયા, સ્ટાફના જીતેન્દ્રસિંહ ગોહીલ, એન ડી ગોધાણી, મૌલિક દેવમુરારી સહિતના સ્ટાફ ઉપરાંત જગુભાઈ કુબાવત, શશીઅદા આચાર્ય, ભુદરભાઈ પટેલ, હસુભાઈ દુબરીયા, ભુપતભાઈ અગ્રાવત, રણધીરસિહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને શેષ જીવન તંદુરસ્ત શરીર સાથે પ્રસાર કરેની શુભેચ્છા પાઠવી હતી.