Tuesday, January 14, 2025
HomeGujaratકર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં ૨૦ જગ્યાએ પક્ષી કલેક્શન સેન્ટર ઉભા કરાયા:સરનામું...

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં ૨૦ જગ્યાએ પક્ષી કલેક્શન સેન્ટર ઉભા કરાયા:સરનામું અને સંપર્ક નંબર જાણો અહી

ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 24×7 હેલ્પલાઇન તથા સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીની મુખ્ય 20 જગ્યાઓ પર પક્ષી કલેક્શન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુથી તેમનો હેલ્પલાઇન નંબર 7574868886, 7574885747 અને 7574885742 પણ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 24×7 હેલ્પલાઇન તથા સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુથી તેમનો હેલ્પલાઇન નંબર 7574868886, 7574885747 અને 7574885742 જાહેર કરવામાં આવ્યા છે. તેમજ સંસ્થા દ્વારા મોરબીના મુખ્ય 20 જગ્યાઓ પર પક્ષી કલેક્શન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં તા. 13,14 અને 15 જાન્યુઆરી સુધી પક્ષી સારવાર કેન્દ્રની ચાલુ રહેશે. જેમાં પટેલ મેડિકલ સામે બાપા સીતારામ ચોક, રવાપર રોડ સમય સવારે 9 થી રાત્રે 11 તેમજ તારીખ 14 જાન્યુઆરી રવાપર ચોકડી, અવની ચોકડી, પંચાસર રોડ રાજનગર નાકે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે તેમજ સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી 14 જાન્યુઆરીના રોજ ફ્લોરા 158 S.P રોડ, સરદાર પટેલ આર્કેડ ગોકુળ મથુરા સોસાયટી ઉમિયા સર્કલ, મહાદેવ મંદિર સુપર માર્કેટ સામે, GIDC સ્વામિનારાયણ મંદિર, નગર દરવાજે, મહેન્દ્રનગર ચોકડી, પટેલ પાન અવધ સોસાયટી કોર્નર, નાની કેનાલ શકિત ટાઉનશિપ પાસે રવાપર ખાતે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી દાન તેમજ ઘાયલ પક્ષીઓનો સ્વીકાર કરવામાં આવશે. તે ઉપરાંત ઇમરજન્સી નંબર પર કોલ કરી જાણ કરશો તો સંસ્થાના લોકો આવીને પક્ષીઓ એકત્રિત કરી જાશે. તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીની તમામ જીવદયાપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણમાં મોજ મસ્તીની સાથે અબોલ જીવોનું પણ ધ્યાન રાખીએ. અને ચાઇનીઝ દોરીની ખરીદી અને વપરાશ ના કરીએ, કાચ વાળા માંજા ના વાપરીએ તેમજ પતંગના દોરા યોગ્ય જગ્યાએ ઉપર નિકાલ કરીએ. અને સાંજે 6 પછી પતંગના ચગાવી જેથી અબોલ પક્ષીઓ ના જીવ બચી શકે તેવી અપીલ કરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!