મોરબી ના ટંકારાના ધારાસભ્ય રહી ચૂકેલા તેમજ હાલમાં રાજકોટ લોકસભા ના સાંસદ મોહનભાઇ કુંડારીયા નો આજે જન્મદિવસ છે.
ત્યારે આજે આજે ૬ સપ્ટેમ્બર ના રોજ તેઓના જન્મદિવસ પર ઠેર-ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.મોહનભાઈ કુંડારીયા રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા,તેમણે મે ૨૦૧૪ થી ૫ જુલાઈ ૨૦૧૬ સુધી રાજ્યમંત્રી પ્રધાન તરીકે સેવા આપી હતી.ત્યારે સમગ્ર દેશમાંથી તેઓને શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે અને મોરબીમિરર ટીમ દ્વારા પણ ખુબ-ખુબ શુભેચ્છા પાઠવી અને સફળતાનાં શિખરો પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના પાઠવી રહ્યું છે.