ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓએ આજથી જંજાવતી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે સૌરાષ્ટ્રમાં ભાજપે દિગ્ગજ નેતાઓને ફૌજ ઉતારી છે. સૌરાષ્ટ્રમાં ચાર જેટલા મુખ્યમંત્રીઓ અલગ અલગ જિલ્લામાં પ્રચાર કર્યો, તો બીજી બાજુ ભાજપના અનેક નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ પણ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આજે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે મોરબી જિલ્લાની ટંકારા પડધરી બેઠકનાં ઉમેદવાર દુર્લભજી દેથરિયાના કાર્યાલયનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે રાજકોટ સાંસદ મોહન કુંડારિયા,પૂર્વ ધારાસભ્ય બાનવંજી મેતલિયા,પ્રદેશ આગેવાન જયંતિ કવાડીયા, માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન મગન વડાવિયા તેમજ સિરામિક એસોસિયેશનનાં આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યાલયનાં ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જન સંબોધન આપતા જણાવ્યું હતું કે, વર્ષો સુઘી આ ગુજરાતમાં પાયાની સુવિધાથી માંડી દરેકે દરેક તકલીફ સુરક્ષા વ્યવસ્થાની તકલીફ પણ લાંબા સમયે પણ ઓછી કરી શક્યા ન હતા. જે પછી ભારતીય જનતા પાર્ટીને શાસન માટે બેસાડ્યા.તે દિવસે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ ગુજરાતની ધરા સંભાળી અને અત્યારે વિશ્વાસની ધરાને દેશ દુનિયા જોઈ શકે છે. બે દાયકા પહેલા પાણી વીજળી હેલ્થ ,ધંધા રોજગાર આ બધાની મુશ્કેલી અને તેમાં પાયાનું શું પાણી અને લાઇટની બધાને જરૂર પડે અને આં હોય તો બધાય આગળ વધી શકે.રાજનીતિ શૃત થાય પછી છેવડના માણસ સુધી નર્મદાના નીર પહોચ્યા ,તેમજ ચોવીસ કલાક વીજળી બારેમાસ પહોંચાડી, નાના ગામે રસ્તાઓ બનાવ્યા,હેલ્થનાં ઇન્સ્ફરસ્ટકચર ઊભા કરવામાં આવ્યાઅને ખેડૂત પણ ખુશ છે જે રાજ્યમાં રોડ રસ્તાનું નેટવર્ક ન હોય તેવું કેનાલ નુ નેટવર્ક ગુજરાતમાં બનાવ્યું છે છોકરાની ભણવાની વાત હોય જેમાં બે દાયકા પહેલાં ૨૧ યુનિવર્સિટી હતી તે ૧૩૦ થઈ છે. ભાજપનાં કાર્યકર પ્રજાની વચ્ચે કામ કરવા ટેવાયલા છે. કોરોના વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાએ કાર્ય કર્યા છે. જેનાં ખાતમહુર્ત કર્યા છે તેના લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી હોય ત્યારે ઓછી રૂપિયાની કોઈ તકલીફ નાં પડે.દરેકે દરેક ક્ષેત્રે ખુબ મજબુટ પાયો નાખ્યો છે. કોવિડ પછી જે બજેટ અપાયુંએ સૌથી મોટું બજેટ છે. આખા દેશમાં ગુજરાત નંબર વન પોઝિશન પર છે. વિકાસમાં કામ કર્યું છે અને બાકી છે તે તમારી સાથે રહી પૂરું કરવાના છીએ. પહેલા ઇલેક્શન કેવી રીતે લડતા હતા. તે જાણો છો ? ૨૫ વર્ષના વ્યક્તિને કર્ફ્યુ શું હોય તે પણ ખબર ન પડે. જ્યાં તમે વિશ્વાસ મૂક્યો તે અને જાળવી રાખ્યો છે. ગુજરાતને નવિ ઉચાઈઓ સાથે અમે આગળ લઈ જાય.