Thursday, April 25, 2024
HomeGujaratમોરબી માળીયા વિધાનસભાનાં પ્રચારમાં એમ.પી.નાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જાહેરસભા યોજાઈ

મોરબી માળીયા વિધાનસભાનાં પ્રચારમાં એમ.પી.નાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જાહેરસભા યોજાઈ

સનમ હમ તો ડુબેંગે તુમકો ભી લે ડુબેંગે:શિવરાજસિંહ એ ફિલ્મી સ્ટાઈલમાં આપ અને કોંગ્રેસને ટોણો માર્યો

- Advertisement -
- Advertisement -

ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ૪૦ સ્ટાર પ્રચારકોને જવાબદારી સોંપી છે. જેઓ એક પછી એક ગુજરાતના જિલ્લામાં અલગ અલગ ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે યોગી આદિત્યનાથ બાદ એમ.પી.નાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોરબી શનાળા રોડ સ્કાય મોલ નજીક મોરબી માળીયા વિધાનસભા માટે થઈ જાહેરસભા સંબોધી હતી.

શિવરાજસિંહ ચૌહાણે જાહેરસભા સંબોધતા કહ્યું હતું કે, મે દસ કરોડ વૃક્ષ લગાવાયા હતા. એક બે વૃક્ષોથી કાઈ નાં થાય માટે હુંરોજ એક વૃક્ષ વવતો હતો. રોજનાં લગાઓ પણ જન્મદિવસ પર વૃક્ષ જરૂર વાવો. નર્મદાએ વૃક્ષનાં મૂળમાંથી પેદા થાય છે. જ્યારે આ ડેમ બાંધતો હતો. ત્યારે મે ઘણી ગાળો ખાધી છે. કોગ્રેસનાં મેઘા પાટકર સહિતનાઓએ મને ઘણી ગાળો આપી. તેમજ ગુજરાત પણ અમારું મધ્ય પ્રદેશમાં અમે મળીને નક્કી કર્યું અને આના લીધે મધ્યપ્રદેશને ઘની વીજળી મળી રહી છે. ત્યારે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસને વિકાસ સાથે કાઈ લેવા દેવા નથી. બંધનો વિરોધ કરતા હતા આં લોકોને વોટ માંગવાની અધિકાર પણ નથી. કોંગ્રસના લોકો ફકત મોદી જીને જ વખોડે છે. અને તેમની માંનું અપમાન કર્યું તેને ગુજરતનું અપમાન કર્યું છે. જેને ગુજરાત માફ નહિ કરે. આજે ગુજરાત ખુશ છે. કેમ કે ગુજરાતને ઉજવળ પહેલા નરેન્દ્ર મોદીએ બનાવ્યું હવે ભૂપેન્દ્ર પટેલ બનાવે છે. ગુજરાત ખુશ છે કેમ કે ૧૮૧ અભ્યમ,સ્વચ્છતા સર્વેમાં દેશમાં ટોપ પર છે. સોલાલર પાવર બનાવનાર પ્રથમ ગુજરાત છે. એક્સપોર્ટમાં પણ ગુજરાત આગળ છે. પહેલા નવ મેડીકલ કોલેજ હતી હવે ૩૦ છે.

શિવરાજસિંહ ચૌહાણે વધુમાં કહ્યું હતું કે, મોરબીવાળાઓ તમે કમાલ કર્યું ૧૫૦ દેશમાં ટાઇલ્સ જાય છે. દીવાલ પર ઘડિયાળ પણ મોરબીની લગાડેલી જોવા મળે છે. ત્રણ મહાપુરુષ ગુજરાતના જેને નવી દિશા આપી. એક ગાંધીજી બીજા સરદાર વલ્લભભાઈ પટેલ ગમે તેમ કરી હિન્દુસ્તાનને એક કર્યું. આને ત્રીજા મહાપુરુષ જેને આખી દુનિયાને પ્રભાવિત કર્યું તે નરેન્દ્રભાઈ મોદી છે. વર્ષ ૨૦૧૪ પહેલા જે પીએમ હતા તે મૌની બાબા હતા બોલતા જ ન હતા. બોલતા હતા તો માં દીકરો બોલતા હતા. દુનિયામાં તે સમયે કોઈ મન સનમાન ન હતું. બધા આપણાને પણ ધૃણાની નજરે જોતા હતા. હવે જોઇ તો લોકો આપણને ગર્વની નજરથી જોવે છે. ગુજરાતમાં તમામ જગ્યાએ હાલ પીવાનું પાણી પહોંચી ગયું. સૌથી પેહલા બુલેટ ટ્રેન પહોંચી. ક્રિકેટ ગ્રાઉન્ડ અહીંયા બનાવ્યું, મહિલાઓને ગેસ આપ્યો, લાખો ખેડૂતોને ખાતામાં પૈસા જમાં કરાવવામાં આવી. અદભુત ગુજરાત બનાવ્યું છે. ગુજરાતની ભાજપ સરકાર અને પ્રજાએ આ ગુજરાત બનાવ્યું છે. આજે રાહુલ ગાંધી ખોટા વાયદા કરે છે. દેવું માફ…વીજળી માફ…પણ યાદ રાખજો નરેન્દ્ર મોદી કલ્પ વૃક્ષ છે. બધું જ આપશે અને કેજરીવાલ બબુલનું વૃક્ષ છે અને અને રાહુલ નિંદામણ છે.

એમ.પી.નાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, શ્યામજી કૃષ્ણ વર્માનું કોંગ્રેસે નામ પણનાં લીધું. જેને આહુતિ આપી દેશ માટે તો પણ.. તેમજ વીર સાવરકરનું પણ સનમાન કરતા નથી. કોંગ્રેસે કરેલ શહીદો અને ક્રાંતિકારીનું અપમાન આ દેશ નહિ ભૂલે. નરેન્દ્ર મોદીએ નવું ભારત બનાવ્યું છે. ધારા ૩૭૦ હટાલી છે. તેમ નહોતી તો પણ કાશ્મીરમાં કાઈ નાં થયું. ત્રણ તલાક પણ પૂરું. રામ લ્લાહ આયેંગ મંદિર બનાયેગે તારીખ નહિ બતાયેગે આં કોંગ્રેસનું સુત્ર હતું. જે તેણે ખાલી કહ્યું જયારે મોદીએ કરી બતાવ્યું… નરેન્દ્ર મોદીએ કહ્યું અમે કોઇને છંછેડશું નહિ પણ કોઈ અમને છંછેડશે તો ઘરમાં ઘુસી મારીશું.. બ્રિજેશભાઈ જેવા કાર્યકર્તા ભાજપ પાસે છે. જે હસતા મોઢે બેઠક ખાલી કરી દીધી. ધૂમધામ માટે ભાજપ આવે છે. કોંગ્રેસ અને આપ વચ્ચે હરિફાઈ છે. હમ તો ડુંબેંગે સનમ તુમકો ભી લેકે ડુંબેંગે આવું બન્ને વચ્ચે ચાલે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મામા આવ્યા છે. તો મોરબીવાસીઓ ભાજપનાં કાંતિ અમૃતિયાને વિજેતા બનાવો. જેથી ફરી ભાજપ આપની સેવા કરી અને ફકત કાંતિ અમૃતિયા જ નહિ બ્રિજેશ મેરજા સાથે છે. ભૂપેન્દ્ર પટેલ સાથે છે નરેન્દ્ર મોદી સાથે છે આખી ચેઇન છે તેને આગળ વધારો. મોરબીનાં વિકાસ અને દેશનાં વિકાસ માટે કાંતિ અમૃતિયાને જીતાડી દોર નરેન્દ્ર મોદી સાથે સંકલ્પ કરો.તેમ એમ.પી.નાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેની સ્પીચમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!