ભાજપ વિરુદ્ધ બેફામ આક્ષેપ અને ખુલ્લો વીરોધ કરતા હાર્દિક પટેલ જ ભાજપમાં જોડાયો તેનું દુઃખ : બીજા નેતાઓની જેમ હાર્દિકની પણ રાજકીય હત્યા ન થાય તેવી પ્રાર્થના.
મોરબી પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવાનો છે આ મુદ્દે આપી પ્રતિક્રિયા જેમાં મનોજ પનારા એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિકને તારીખ પે તારીખ આપવામાં આવે છે ત્યાં હવે હાર્દિક ભાઈ ને આગામી 2 તારીખે કમલમ ખાતે ભાજપમાં જોડાય તેવી નવી તારીખ જાણવા મળી છે તે હવે નવી તારીખ ન આવે અને ભાજપમાં જોડાય જ જાય શુભેચ્છા અને આગામી સમયમાં કોઈ મંત્રી ભાજપમાં આવવાનો તેનો વિરોધ ન કરે અને નવી તારીખ ન આપે અને જલ્દી ભાજપના ખેસ પહેરી લે તેવી માતાજી પાસે પ્રાર્થના કરું છું.જે રીતે ભાજપમાં જઈ રહ્યા છે તે જોઈ પાટીદાર યુવાનો અને જાણકાર લોકોને ખૂબ દુઃખ છે.
આ જ હાર્દિક એક સમયે ભાજપના શ્રેષ્ઠ નેતૃત્વ ને રંગાબિલા જનરલ ડાયર સમાજના 14 યુવાની હત્યા કરનારી પાર્ટી કહેતો હોય, મારા બાપનું ધાવણ લાજે જો ભાજપમાં જાઉં તો, આંગળી કાપી નાખું પણ ભાજપમાં મત ન આપું,તો મારો બાપ એટલે કે ભરત ભાઈ ચૂંટણી લડે તો પણ ભાજપમાં મત ન આપતાં એથી વધુ એવું કહેતો હોય કે પટલાણીના પેટના હોય તો ભાજપને મત ન આપતા આવું કહેનાર માણસ જ આજે ભાજપમા જાય છે તે પાટીદાર સમાજ અને યુવાનો તેમજ ગુજરાતનું કલંક છે કઈ હદની મહત્વકાંક્ષા સત્તાનો લોભ લાલચ અને રૂપિયાની લાલસા વ્યક્તિને કેટલો ગીરાવી દે છે મનોજ પનારા એ વધુમાં જણાવ્યું હતું કે આ જીવતા હાર્દિકભાઈ મરેલા હાર્દિકભાઈ સમાન છે માત્ર ખોળીયું છે તેની અંદર આત્મા નથી સ્વાભિમાન નથી જીવતો આત્મા નથી તેવું મને લાગી રહ્યું છે તો જ આવો નિર્ણય લઈ શકે જાહેર જીવનમાં ચડાવ ઉતાર આવતા રહે છે જે રીતે કાચિડો કલર બદલે એનાંથી વધુ રીતે કલર બદલી અને ભાજપમાં આગામી 2 તારીખે જવાનો નિર્ણય હાર્દિકે કર્યો છે એનું સમગ ગુજરાત ની જનતા પાટીદાર સમાજ યુવાનોને દુઃખ છે શુભેચ્છા સાથે સલાહ પણ આપું છું બાકીના કોંગ્રેસ પક્ષના અન્ય પક્ષના નેતાઓ પણ ભાજપમાં ગયા છે તેની રાજકીય હત્યા થઈ છે તેમ હાર્દિક ની રાજકીય હત્યા ન થાય તેવી શુભેચ્છા પાઠવુ છું આ સિવાય પદ પ્રતિષ્ઠા અને લીલી પેનની કરવાની સહી કરવાની મહેચ્છા હાર્દિકમાં ઉભી થઇ છે તેના કારણે વિનાશ કારણે વિપરીત બુદ્ધિ અને આત્મઘાતી પગલું કહી શકાય તેવો હાર્દિક નિર્ણય લઈ રહ્યા છે.સત્તા સામે લડતો હોય તેવા યુવાનો નેતાઓ માટે હાર્દિક પટેલ લાંછન છે અને જાહેર જીવનમાં રહેલા તમામ લોકો માટે અને આગેવાનો માટે નુકસાનકારક છે જે ભાજપમાં જવાનો હોય તેને કોઈ રોકી શકતું નથી પણ શુ જાણે ભાજપનો શુ તેવુ જાદુ છે કે રાજકીય કરિયર દાવ મૂકી ભાજપમાં જોડાય છે.આવું એક નામ હાર્દિક પટેલ છે હાર્દિક પટેલ આજે પણ પોતાનું રાજકીય કરિયર ખરાબ કરી ભાજપમાં જોડાય છે ત્યારે આગમી 2 તારીખના રોજ હાર્દિકને સી આર પાટીલ મુખ્યમંત્રીની હાજરીમાં ખેસ પહેરાવી દે તેવી શુભેચ્છા છે જે હાર્દિકને નુકશાન કરશે હાર્દિકને હવે એક શુભેચ્છા અને એક સલાહ છે જ્યાં છે ત્યાં જ રહેશો 2017 માં કોંગ્રેસ સારી હતી 2022 માં ભાજપ સારી છે એને હવે 2027 માં ક્યાંય આપ સારી થઈ જાય તેવું નિવેદન આપતા નહિ જે યુવાનો જાહેરા જીવનમમાં લડાઈ લડી રહ્યા છે તે યુવાનો પર આક્ષેપો પ્રતિ આક્ષેપો થાય તેવું કૃત્ય હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈને કરી રહ્યા છે .