વિધાનસભા ચુંટણીના પડઘમ તેજ થવા લાગ્યા છે હવે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવાર પણ નક્કી થતાની સાથે ચુંટણી પડઘમ તેજ થઇ ગયા છે ખાસ કરીને રાજકિય પક્ષોના સ્ટાર પ્રચારકોના પણ ચુંટણીની સભા ગજાવવા તૈયાર થઈ ચુક્યા છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોની ફોજને આજે મોરબી જીલ્લામાં ઉતારવામાં આવી છે. ત્યારે આજે ભાજપનાં સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ વાકાનેર કુવાડવા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીની જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યોગી આદિત્યનાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમજ ગુજરાતમાં ડબલ એન્જીનની સરકારના કાર્યો ગણાવ્યા હતા.
યોગી આદિત્યનાથે જનસભા સંબોધતા કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું હતું કે, ગઈકાલે કોંગ્રેસના એક મંચ પર રાષ્ટ્ર ગાનમાં પિકચરનાં ગીત વાગવા લાગ્યા હતા. આં કોંગ્રેસની રાષ્ટ્ર ભક્તિ છે.! જયારે તેમણે ડબલ એન્જીનની સરકારને લઈ કહ્યું હતું કે, ડબલ એન્જીનની સરકાર મહેનત કરી રહી છે. મોરબીની બધી સીટ ભાજપના કમળ તરફ જવું જોઈએ. તમે બધા દેશનો વિકાસ અને સુરક્ષા માટે ભાજપ આવશ્યક છે તેમાં માનો છો ? જો તમે માનતા હોય તો અમારા વાકાનેર સીટ પરથી લડતા જુનાં કાર્યકર્તા જીતુ સોમાણી જે પૂરું જીવન લોકો માટે જીવ્યા છે. તેને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. ભાજપનાં કમળને ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજય બનવવવા હું આવ્યો છું.
ઉલ્લેખનીય છે કે, આ જનસભામાં ઉતર પ્રદેશ સીએમ અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્ય નાથ, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વાંકાનેર કુવાડવા બેઠક ઉમેદવાર જીતેન્દ્ર સોમાણી, મોરબી માળિયા બેઠક ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.