Friday, April 26, 2024
HomeGujaratમોરબીના કેસરબાગ પાસેથી દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો:એક નાસી છૂટ્યો

મોરબીના કેસરબાગ પાસેથી દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો:એક નાસી છૂટ્યો

મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો વિરુદ્ધ પોલીસે સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દારૂની બાઈક પર હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડી બંને વિરુદ્ધ પ્રોહી.એકટ કલમ- ૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે કેશરબાગ પાસે ચેકિંગમાં હતી. ત્યારે તેઓએ ચેકીંગ દરમિયાન GJ-36-K-0295 નંબરની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલને રોકી તેના ચાલક અને તેના સાથી કિશનભાઇ ઉર્ફે કાનો અશોકભાઇ પાટડીયા અને સાજીદ ઉર્ફે સાજલો મહેમુબભાઇ સુમરાની પૂછપરછ કરી તેની પાસે રહેલ માલ સામાનની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસકીની રૂ.૨૪,૦૦૦/-ની કિંમતની ૧૨ બોટલ મળી આવી હતી. તેમજ બાઈક સહીત કુલ રૂ.૪૯,૦૦૦/-ના મુદામાલ કબ્જે કરી કિશનભાઇ ઉર્ફે કાનો અશોકભાઇ પાટડીયાની ધરપકડ કરી છે. જયારે સાજીદ ઉર્ફે સાજલો મહેમુબભાઇ સુમરા નામના શખ્સ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!