પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતના આનંદમાં ટંકારા તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી, પેંડા વહેંચી અને જલમોરીના મમરા ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ પશ્ચિમ બંગાળમાં જીતથી કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ જીતને લઈને સમગ્ર દેશમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ટંકારા તાલુકા ભાજપ ટીમ દ્વારા પણ આ જીતનો ઉમંગભેર જશન મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. તેમજ પેંડા વહેંચી અને જલમોરીના મમરા ખવડાવી એકબીજાને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉજવણી દરમિયાન સંગઠનના પ્રમુખ દિનેશ ગડારા, રૂપસિંહ ઝાલા, ગણેશ નમેરા, જાવિદ માડકીયા સહિત તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નિષ્ઠાવાન કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું અને કાર્યકરોમાં જીતની ખુશી સ્પષ્ટપણે ઝળહળી હતી.





