રાજકોટ શહેરમાંથી ફરી એક વાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ શહેર એસ.ઓ.જીએ 2 કિલો ગાંજાનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ ઈસમ આ પહેલા પણ વાહન ચોરી સહિતના બનાવોમાં પોલીસ ચોપડે પોતાનું નામ નોંધાવી ચુક્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્નર સૌરભ તોલંબીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બી.બી.બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “RAJKOT SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય જે સંબંધે રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય યારે એસ.ઓ.જી. ટીમ ના પીઆઈ જે.ડી.ઝાલા ને મળેલ બાતમીનાં આધારે ચામુંડા નગર શેરી નં ૧ બાલાજી હોલ વાળો મેઇન રોડ ખીજડા વાળો મેઇન રોડ રાજકોટ ખાતે રેઇડ કરી ૨ કિલો ૨૦૩ ગ્રામના રૂ.૨૨,૦૩૦/-ના ગાંજાના જથ્થા સાથે અનીકેત મનોજભાઇ રાઠોડ (રહે. ચામુંડા નગર શેરી નં ૧ બાલાજી હોલ વાળો મેઇન રોડ ખીજડા વાળો મેઇન રોડ રાજકોટ) નામના શખ્સને પકડી પાડ્યો છે. અને તેની પાસેથી ગાંજો સહીત બે મોબાઈલ ફોન અને એક વજનકાંટો મળી કુલ રૂ. ૨૭,૬૩૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામા આવ્યો છે.