વર્ષ ૨૦૨૧ માં મોરબીના ઝીંઝુડા ગામમાંથી ATS ટીમે ૫૯૩.૨૫ કરોડ જેટલી કિમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારે આ ડ્રગ્સ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર ઇશા રાવ નામનો શખ્સ હજુ ફરાર છે. અને હાલમાં આરોપી ઈશા રાવ પાકિસ્તાનના કરાંચીમાં છૂપાયો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.જે બાદ સમગ્ર તપાસ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ને સોંપાઈ હતી ત્યારે આ પ્રકરણમાં એનસીબી ની તપાસમાં મહત્વના ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર,૫૯૩.૨૫ કરોડના ડ્રગ્સ પ્રકરણના ફરાર આરોપી ઈશા રાવની ગેરકાયદેસર નાણાંથી ઉભી કરેલ સંપંતી પોલીસના હાથમાં લાગી છે. ઈસરોના સેટેલાઈટ મારફતે સંપતિ શોધી લેવાઈ છે. જે સંપત્તિ મોરબી તેમજ દ્વારકામાં હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે એનસીબી દ્વારા તપાસ હાથ ધરી સંપતિ શોધી કાઢવામાં આવી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ગુનેગારની સંપતિ શોધવા સેટેલાઈટનો ઉપયોગ કરાયો છે. તેમજ અગાઉ ગુજરાત એટીએસ દ્વારા ઝિંઝુડા ૫૯૩.૨૫ કરોડ ડ્રગ્સ પ્રકરણમાં ડ્રગ્સના જથ્થા સાથે સમસુદીન હુશૈનમિયા સૈયદ, મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, ગુલામ હુશૈન ઉમર આ ત્રણ શખ્સોને ઝડપી લેવાયા હતા. બાદમાં પોલીસ તંત્રે સઘન તપાસ કરી બંદર રોડ, જામ સલાયામાં રહેતા ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અલી મીયા કાદરી, રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં આવેલ સાદુલશહર તાલુકાના મન્નીવાલી ગામે રહેતા અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુને શિરોહી, રાજસ્થાન નજીકથી ઝડપી લીધેલ હતા. તેમજ જોડિયાના વોન્ટેડ ઇશા રાવના પુત્ર સાંચલામાં રહેતા હુસેન પુનામાં રહેતા ઈશા રાવ, જાબીયર ઉર્ફે જાવીદ અને સરજેરાવ કેશવરાજ ગરડ અને ભોલા શૂટર સહિત ૧૪ આરોપીઓ ને ઝડપી લેવામાં આવ્યા હતા.