લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪નું મતદાન આગામી તા. ૦૭ મે ના થવાનું છે. ત્યારે ટંકારા ૬૬ મત વિસ્તારમાં મતદાર કાપલી વિતરણ સાથે બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરી મતદાન જાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે.
લોકસભા સામાન્ય ચૂંટણીમાં ટંકારામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી વધે તેવા હેતુ સાથે સ્વીપ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે તાલુકાના વિવિધ ગામોમાં ચુંટણીની પાઠશાળા અંતર્ગત વાલીઓને મતદાન જાગૃતિ માટે સમજણ આપી મતદાર કાપલીનું વિતરણ કરી ફરજિયાત મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમજ મતદારોને અવસર લોકશાહના મહા પર્વની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. ટંકારા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયા ચુટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમ અને નવતર પ્રયોગ કરી મતદાન જાગૃતિ ફેલાવી રહ્યા છે. નાયબ મામલતદાર રોયભાઈ, સુરેશ સૌલંકી,રમેશ સૌલંકી, વિવેક ઝાલરીયા, રે. ત. કોરીંગા ભાઈ સહિત ટંકારા તાલુકાના બિએલઓ લોકશાહીના પર્વમાં તમામ લોકો મતદાન કરે અને મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે કામગીરી કરાઈ રહી છે.