મોરબી: 23 માર્ચના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસીની સજા આપવામાં આવી હતી. જેથી 23 માર્ચને શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે વીર શહિદોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. ત્યારે મોરબીના રવાપર રોડ ક્રિષ્ના સ્કુલની સામે આવેલ ફલોરા 158 કો.ઓપરેટીવ સોસાયટીમાં આજે શહિદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર તથા ક્રાંતિકારી સેના મોરબી અને સિવિલ હોસ્પિટલના ડો.કપિલ બાવરવા દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. રક્તદાન કેમ્પની શરૂઆતમાં ફ્લોરા 158ના પ્રમુખ પરેશભાઇ મેરજા તથા ડો.કપિલ બાવરવા દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. તેમજ આ કેમ્પમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર, ક્રાતિકારી સેના, અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ફલોરા 158 પરિવાર દ્વારા ઉત્સાહ પુર્વક રક્તદાન કર્યું હતું. અને64 જેટલી રક્તની બોટલ એકત્રિત કરાઇ હતી. આ તકે ડો.કપિલ બાવરવાએ સહયોગ આપનાર સંસ્થા સાથે 158 ફ્લોરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આ રક્ત જરૂરિયાતમંદ દર્દીને ઉપયોગમાં લેવાશે તેમ જણાવ્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ફલોરા 158ના પ્રમુખ પરેશભાઈ મેરજા તેમજ ફલોરા કમીટી મેમ્બરે ભારે જહેમત ઉઠાવી હતી.