ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે ધોરણ 10 અને ધોરણ ૧૨ની પરીક્ષાનો પ્રારંભ છે. કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ફુલછડી સાથે શુભકામના પાઠવવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષામાં ચોરી કે ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરા ઉપરાંત પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે સાથે પરીક્ષાર્થીઓને બુટ ચંપલ વર્ગખંડની બહાર કઢાવા માં આવ્યા હતા. ધોરણ ૧૦ નું ગુજરાતી વિષયનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયો હતું.તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા.હળવદ ની મંગલમ વિદ્યાલય,મહૅષી ગુરુકુલ, વિવેકાનંદ વિદ્યાલય.સદભાવના વિદ્યાલય,નાલંદા વિદ્યાલય, સાંદિપની સ્કુલ, સહિતની સ્કુલ માં શાંતિ પુણૅ માહોલમાં પરીક્ષાની શરૂઆત થઈ હતી.