મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઘણા ઉમેદવારોની અસ્તિત્વની ચૂંટણીઓ પણ માનવામાં આવી રહી છે ત્યારે બુકી બજારમાં પાલિકા અને જીલ્લા પંચાયત.આ ભાજપ,તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હોટ ફેવરીટ : આ વર્ષે ફક્ત હાર જીતના ભાવ લગાડવામાં આવ્યાં : ઉમેદવારો માટે અસ્તિત્વની લડાઈથી વધુ રૂપિયા લાગ્યા.
મોરબીમા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરીણામને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં મતદાન બાદ બુકી બજાર એક્ટિવ થઈ હતી જેમાં ખાને વાલે કો ખાને કા બહાના ચાહિયે એ જ રીતે જુગારીઓ પણ મોકો છોડતા નથી જેમાં બુકી બજારમાં ભાજપ કોંગ્રેસના ભાવ નક્કી કરવામા આવ્યા છે જો કે દર વર્ષ કરતા આ વર્ષે ડબલના કે ફેવરીટના ભાવ આપવામાં નથી આવ્યા પરન્તુ ફક્ત હારજીતના ભાવ લગાડવામાં આવ્યા છે જેમાં આ ચૂંટણી અમુક ઉમેદવારો માટે અસ્તિત્વ ની ચૂંટણી છે એટલે કે જો ઉમેદવાર હારશે તો આગામી સમયમાં તેને ક્યારેય તક નહીં મળે જેના લીધે માહોલ પણ ગરમ છે ત્યારે મોરબી માં નગરપાલિકામાં 52 માંથી 38 બેઠકમાં ભાજપની જીત અને જીલ્લા પંચાયતમાં ભાજપને બહુમત જ્યારે તાલુકા પંચાયત માં કોંગ્રેસનું પલડું ભારે હોવાની હાલ બુકી બજારમાં ચર્ચા વ્યાપી ગઇ છે ત્યારે મોરબી જીલ્લામાં આવતીકાલે જીતનો તાજ કોના શિરે જશે એ તો આવતીકાલના પરિણામ જ બતાવશે પરન્તુ એક વાત ચોક્ક્સ છે કે બુકી બજારમાં થયેલા આ સોદામાં ભાજપ કોંગ્રેસ આગેવાનો અને બિલ્ડર અને ઉદ્યોગપતિ લોબી એક્ટિવ થઈ છે જેમાં કુલ મળી 7 કરોડથી વધુનો દાવ હાલ સુધીમાં રમાઈ ચુક્યો છે ત્યારે આવતીકાલના પરિણામ પર સૌની મીટ મંડાઈ રહી છે.