રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અઢળક દારૂ ઘુસે છે અને અઢળક દારૂ પોલીસ પકડી પણ પાડે છે. ત્યારે બુટલેગર સિન્ડિકેટ દ્વારા અવનવા કિમિયા કરી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે હવે એક દમ નવો કિમિયો સામે આવ્યો છે. ત્યારે મોરબી એલસીબી દ્વારા હળવદ નજીકથી વિદેશી દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ કર્યો છે.
મોરબીમાં બુટલેગરના દારૂ છુપાવવાની તરકીબથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોરબી એલસીબી દ્વારા હળવદ નજીકથી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં અમૂલના મશીનમાં સંતાડીને વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો. જેને લઈ મોરબી એલસીબીએ સઘન ચેકીંગ કરી દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ કર્યો છે. અને અંદાજિત ૩૦૦ પેટી કરતા વધુનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે. હાલમાં મોરબી એલસીબી દ્વારા ઝડપાયેલ મુદ્દામાલની ગણતરી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અનેક અવનવા કિમિયા નો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે નોંધનીય છે કે દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયા નો મોરબી એલસીબી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.