Wednesday, December 25, 2024
HomeGujaratBotadબિનસચિવાલયની પરિક્ષાને પગલે બોટાદ પોલીસ તંત્ર સાબદુ બન્યું: એસપીના માર્ગદર્શન હેઠળ 300...

બિનસચિવાલયની પરિક્ષાને પગલે બોટાદ પોલીસ તંત્ર સાબદુ બન્યું: એસપીના માર્ગદર્શન હેઠળ 300 જવાનો કરશે સુરક્ષા પ્રદાન

મોરબી, બોટાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે બિન સચિવાલયની પરિક્ષા યોજાશે જેને પગલે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક  અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3900 જગ્યા માટે આવતીકાલે રવિવારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના અંદાજે 10.45 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે અને બોટાદ જિલ્લામાં 16384 જેટલા ઉમેદવારો પરિક્ષા આપશે. ત્યારે બોટાદ જિલ્લામાં આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાબદુ બન્યું છે અને પોલીસ દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.જિલ્લામાં પરિક્ષા કેન્દ્રો પર બોટાદ પોલીસ ના 300 જવાનો સુરક્ષા પ્રદાન કરશે.આ તકે બોટાદ એસપી કરણરાજ વાઘેલાએ જિલ્લા પોલીસના જવાનોને બ્રિફિંગ આપી જુસ્સો વધાર્યો હતો અને પૂરતું માર્ગદર્શન આપ્યું હતું.એટલું જ નહીં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા દસ દિવસથી કબીલેદાદ કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો હતો.

બીજી તરફ દરેક પરીક્ષા કેન્દ્રના મુખ્ય દ્વાર પર જ ઉમેદવારોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઈસ સાથે પકડાશે તો ફોજદારી ગુનો દાખલ કરાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!