Tuesday, November 26, 2024
HomeGujaratબોટાદમાંથી ગુમ થયેલ બાળકીને મધ્યપ્રદેશના ભોપાલથી હેમખેમ શોધી કાઢતી બોટાદ પોલીસ

બોટાદમાંથી ગુમ થયેલ બાળકીને મધ્યપ્રદેશના ભોપાલથી હેમખેમ શોધી કાઢતી બોટાદ પોલીસ

બોટાદ શહેરમાં ગત તા. ૧૦/૦૧/૨૪ ના રોજ શાક માર્કેટ પાસે ગોપી મીરા કોમ્પલેક્ષ ખાતેથી છ વર્ષની બાળાને કોઈ અજાણ્યો ઇસમ કોઈ પણ કારણ વગર ફરિયાદીના માતા ના કાયદેસર વાલીપણા માંથી અપહરણ કરી લઈ જતા બોટાદ ટાઉન પોલીસ ગુન્હો નોંધી બાળકોને શોધવા કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, બોટાદ શહેરમાં શાક માર્કેટના ગોપી મીરા કોમ્પલેક્ષ ખાતેથી છ વર્ષની બાળાને કોઈ અજાણ્યો ઇસમ કોઈ કારણોસર અપહરણ કરી લઇ જતા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો હતો.તેમજ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને ભાવનગર આઇજીપી ગૌતમ પરમાર અને એસપી કિશોર બળોલિયાએ બાળકીને શોધી કાઢવા સૂચના આપતા બોટાદ ટાઉન પોલીસ મથકના પીઆઈ એસ.આર.ખરાડી એ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી પરંતુ ફળદાયી હકીકત ન મળી આવતા IUCAW ના ઇન્ચાર્જ પીએસઆઈ એ.એમ.રાવલ દ્વારા બાળકીની માતાની સૂઝ બુઝ થી પુછપરછ કરતા બાળકીની માતા ભોપાલનું રટણ કરતા પોલીસ સબ ઇન્સ્પેટર સ્ટાફ અને બાળકીના માતા સાથે ભોપાલ મઘ્યપ્રદેશ ટીમ રવાના કરી હતી. જેમના દ્વારા ભોપાલના તમામ પોલીસ સ્ટેશનોમાં તથા માર્કેટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ,ભીડ ભાડ વાળી જગ્યાઓ તેમજ ભોપાલમાં ગુમ થયેલ બાળકોની જગ્યાએ પણ તપાસ કરવામાં આવતા પીપલાની પોલીસ સ્ટેશન ભોપાલ પોલીસને આ બાળકી મળી આવતા કિલકારી બાળ કલ્યાણ સમિતિ ભોપાલને સોંપ્યાનું જાણવા મળતા કિલકારી બાળ કલ્યાણ સમિતિ પાસેથી બાળકીનો કબ્જો મેળવી બાળકોને શોધો કાઢી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી.

આ સફળ કામગીરી બોટાદ ટાઉન પોલીસ મથકના પીઆઈ એસ.આર.ખરાડી અને તેની ટીમ તેમજ IUCAW ના ઇન્ચાર્જ પીએસઆઈ એ.એમ.રાવલ અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!