મોરબીમાં 2018માં યુવાન અને તેના બે મિત્રોએ મળીને ટ્રેનમાં મુસાફરનું પાકિટ સેરવી લીધા બાદ ચોરીની રકમમાં ભાગ પાડવા મામલે માથાકૂટ થઈ હતી જેમાં બે મિત્રોએ યુવાનની હત્યા નિપજાવી હતી આ પ્રકરણમાં કોર્ટે બન્ને મિત્રોને આજીવન કેદની સજા ફટકારી છે.
બનાવની વિગત મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી યોગીનગરની ધાર પાસેથી તા.17/6/2018 ના રોજ એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.જે અંગે પોલીસે તપાસ ચલાવતા મૃતક મહેશભાઈ મુન્નાભાઈ બધુરીયા ઉ.વ.20 ની હત્યામાં શંકાના દાયરા રહેલા તેના મિત્રોની પૂછપરછ કરતા મિત્રોએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું
જેમાં અજય ઉર્ફે ચીનો જગદીશ રાવલ અને શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલિયન રણછોડભાઈ ચાવડા અને મૃતક મહેશભાઈ મુન્નાભાઈ બધુરીયા એમ ત્રણેય મિત્રોએ જેતપુર રાજકોટ ટ્રેનમાં મુસાફરનું પાકિટ ચોરી લીધું હતું અને તેમાંથી રૂ.8 હજાર નીકળ્યા હતાં.જેના ભાગ પાડવામાં મામલો બીચકતા બન્ને મિત્રોએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ અંગે આજે મોરબીની ડિસ્ટ્રિક ઍન્ડ સેશન્સ કોર્ટેમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલ તેમજ 45 દસ્તાવેજી પુરાવા અને 37 મૌખિક પુરાવાને ધ્યાને લઇ કોર્ટે બન્ને આરોપીઓને આજીવન કેદની સજા આને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે.