પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૫નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબી માળિયા હાઈવે પર બહાદુરગઢ ગામના પાટિયા પાસેથી સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં. જીજે-૩૬-કયું-૧૧૦૨ માં બે ઈસમો શકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસ તેને રોકવાનો પ્રયાસ કરતા બંને શખ્સો બાઈક મુકીને નાસી છુટ્યા હતાં. પોલીસે ચેક કરતાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૭ કિં.રૂ.૫૧૦૦/- મળી આવતા અને પોલીસે દારૂની બોટલો તથા બાઈક કિં.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૦,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરી બંને ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.