મતદાન ના દિવસે પરશુરામ ધામ મોરબી ખાતે આખો દિવસ વિજય યજ્ઞ કરવામાં આવશે
મોરબી પરશુરામ ધામ ખાતે બ્રહ્મ ભાજપ પરિવાર નું સંમેલન યોજયું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો ઉમટી પડ્યા હતા તેમજ સંસદ રામભાઈ મોકરિયા બ્રહ્મ અગ્રણી જીતુભાઇ મહેતા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસર બ્રહ્મસમાજના મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઇ ઓઝા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મોરબી માળીયા બેઠક ના ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા એ જણાવ્યું હતું કે જે જગ્યા કઈ બોલ્યા હોય એ જગ્યાનો પ્રતાપ હોય છે અને સૌથી પહેલા મોરબી પરશુરામ ધામ ખાતે થી પટ માં આવવાની જાહેરાત કરી હતી અને પટ માં આવું છું એટલું જ કહેતા સમગ્ર બ્રહ્મસમાજ અને મોરબીની પ્રજા એ ખૂબ સહકાર આપ્યો અને ટિકિટ પણ મળી ગઈ તેમજ વધુમાં જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ સાથે મારે વર્ષો જૂનો સબંધ છે સૌથી પહેલા ૧૯૯૫ માં જ્યારે ચૂંટણી લડી ત્યાંરે પણ સૌથી પહેલા બ્રહ્મ સમાજ નું સંમેલન યોજાયું હતું અને આ વખતે પણ સૌથી પહેલા પરશુરામ ધામ ખાતેથી પટ માં આવવાની જાહેરાત કરી હતી તેમજ હવન અંગે વાત કરતા જણાવ્યું હતું કે અગાઉ પણ પરશુરામ ધામ ખાતે હવન કરવામાં આવ્યો હતો અને આજે પણ કરવામાં આવ્યો છે અને’ હજુ ભવિષ્ય માં પણ એક હવન કરવાનો છે’ તેમજ કહેતા મોરબી બ્રહ્મસમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમજ મોરબી માળીયા બેઠકના ભાજપ ના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ને મોરબી તાલુકા બ્રહ્મસમાજ ના પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર કરી ને વિજયી થવાના આશીર્વાદ આપ્યા હતા અને પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી ના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા એ કાંતિલાલ અમૃતિયા ૨૧૦૦૦ મતોની જંગી લીડથી જીતશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.