Wednesday, September 18, 2024
HomeGujaratમોરબી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા પરિવર્તન યાત્રા યોજી લોક સંપર્ક કરવામાં...

મોરબી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા પરિવર્તન યાત્રા યોજી લોક સંપર્ક કરવામાં આવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષો બેઠક કબ્જે કરવા પ્રચાર ના કામે લાગી ગયા છે જેમાં મોરબી માળીયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા પણ લોકસંપર્ક કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં આજે સવારે મોરબી શહેરના નહેરુ ગેટ ચોક થી શરૂ કરી ને જુના મોરબી સાહિતના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા યોજીને કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જે.પટેલ દ્વારા લોકોની સમસ્યાઓ અંગે જાણકારી મેળવી અને કોંગ્રેસની સરકાર બનશે એટલે તમામ સમસ્યાનું નિવારણ કરવા વચન આપ્યું હતું તેમજ ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા મોરબી માળીયા સીટ પર કોંગ્રેસ જંગી લીડથી ભવ્ય વિજય મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વધુ વાત કરતા જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને વિજય બનાવવા અમે લોકોનું સમર્થન માંગી રહ્યા છીએ. હાલ પરિવર્તનનો લોકોએ માહોલ ઉભો કરી દીધો છે. અને લોકો મને ઠેર-ઠેર ઉમેળકાભેર આવકારી રહ્યા છે. અને લોકોએ કોંગ્રેસને અને મને વિજયી બનાવવા ઘોષણા કરેલ છે. જયારે તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમારું મોરબી ભાજપે નહિ પરંતુ અમારા વાઘજી ઠાકોરે બનાવ્યું છે. અમને એક સમયે ગુજરાતનું પેરિસ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આ ભાજપની સરકારે અહીં નરકાગાર બનાવી નાખ્યું છે. હાલના સમયમાં પણ તમે જોઈ શકો છો કે ભાજપના કારણે મોરબીની જે દુર્દશા થઇ છે. અને હવે તો લોકો પણ કઈ રહી છે કે, કોંગ્રેસનું કામ બોલે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!