મોરબીમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરરાબીનાં કામધેનું પાર્ટી પ્લોટ પાછળ કૈણકણાની વાડીમાં રહેતા બે ભાઈઓ વચ્ચે કોઈ બાબતે બબાલ થતા એક શખ્સને માર મરાયાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં કામધેનું પાર્ટી પ્લોટ પાછળ કૈણકણાની વાડીમાં રહેતા સુનિલભાઈ હરજીવનભાઈ પરમાર નામના યુવકને તેની સાથે જ રહેતા બાબુલાલ ઉર્ફે કારો પ્રભુભાઈ પરમાર નામના યુવકે ઢીંકા પાટુનો માર મારી પાડી દઈ મુંઢ ઈજા પહોંચાડી હતી. જેના કારણે ફરિયાદીને ડાબા તથા જમણા હાથની આંગળીમાં ઈજાઓ પહોંચી હતી. તેમજ આરોપી બાબુલાલ ઉર્ફે કારોએ ફરિયાદી સુનિલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો-કલમ-૩૨૩,૫૦૬(૨) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.









