રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા જાળવવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી.ની ટીમે બી.એસ એન એલ. કર્મચારોઓના મેડીકલ સારવારના કોંટ્રાકટ અપાવવાના બહાને ખોટા ટેંડર બનાવી, ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ડોક્ટોરો પાસેથી લાખો રૂપીયાની છેતરપીંડી કરે તે પહેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.ને તા.૦૪/૦૧/૨૦૧૩ ના રોજ અરજી મળેલ કે, ડોક્ટરોને બી.એસ.એન.એલ.ના એમ્પ્લોઇના મેડીકલ સારવારના કોંટ્રાકટના એમ.ઓ.યુ. આપવા અને તેની અવેજીમાં પોતાને કમીશન આપવા પ્રલોભન આપી બી.એસ.એન.એલ,રાજકોટના નામે ખોટા લેટર ટ્રેડ પર ખોટા ટેંડર બનાવી અને તેમાં ખોટો રબ્બર સ્ટેમ્પ કરી ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ડોકટરો પાસેથી લાખો રૂપીયા પાડવા માટેની અરજી મળતા અરજીના આધારે એસ.ઓ.જી. ટીમ પ્રયત્નીશીલ હોય તે દરમ્યાન ગઈકાલે ફરીયાદી બી.એસ.એન.એલ.ના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કર સાથે ડો.ધર્મેદ્રસિંહ ઝાલાની રોયલ કેર હોસ્પીટલ વાંકાનેર ખાતે યુ.પીના રામ લક્ષમણ ગામ હટે રહેતા રમેશ રામસુભાગ પ્રજાપતી, ભોપાલના વોર્ડ નં-૮૫ લાલારામ ચોકડી સામે કલ્યાસોન પૂલ પાસે સમરધા ગામ હોશંગાબાદ રોડ પોસ્ટ હુઝુર ખાતે રહેતા સુનીલ દેવીદયાલ નામદેવ તથા ભોપાલમાં ઇસ્લામ પૂરા પંચાયતી મસ્જીદ પાસે રહેતા સલમાન નબીમહમદ કુરેશી નામના ત્રણેય ઇસમોને છટકુ ગોઠવી ડોકટરો પાસેથી લાખો રૂપીયાની છેતરપીંડી કરી રૂપીયા પડાવી લે તે પહેલા આરોપીઓને પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આરોપીઓ પાસેથી 3 બનાવટી દસ્તાવેજ બી.એસ.એન.એલ, એલોટમેન્ટ લેટરો, આરોપીઓએ ગુનામાં વાપરેલ ૬ મોબાઇલ, રોકડા રૂપીયા- ૯000/-, જુદા જુદા ડોકટરના નામ વાળી ચીઠ્ઠીઓ તથા ડમી ચુટણી કાર્ડ તથા બેંકના કાર્ડ સહિતના માલસમાન મળી કુલ રૂપીયા ૨૫,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


                                    






