Saturday, July 27, 2024
HomeGujaratમોરબી શહેરમાં બે સ્થળોએ છુપાડેલ વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર

મોરબી શહેરમાં બે સ્થળોએ છુપાડેલ વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જયારે આરોપી ફરાર થઈ ગયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નવા ડેલા રોડ પર રહેતા હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયાએ પોતાના રહેણાક મકાનમા તથા કુભાર શેરીમા ખઢેર મકાનમા વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો છુપાડ્યો હોવાની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળતા તેઓએ સ્થળ પર રેઈડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ની રૂ.૫૪,૦૦૦/-ની કિંમતની કાચની કંપની સીલપેક ૧૪૪ બોટલો તથા રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની રૂ ૧૮,૭૨૦/-ની કિંમતની કંપની શીલબંધ ૩૬ બોટલો મળી કુલ ૧૮૦ બોટલનો રૂ.૭૨,૭૨૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી સ્થળ પર મળી નહિ આવતા તેની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!