Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરના માટેલ રોડ પર સીરામિક ફેક્ટરીમાં લાગેલ આગમાં દાઝી ગયેલ શ્રમીકનું સારવાર...

વાંકાનેરના માટેલ રોડ પર સીરામિક ફેક્ટરીમાં લાગેલ આગમાં દાઝી ગયેલ શ્રમીકનું સારવાર દરમિયાન મોત

વાંકાનેરના ના માટેલ નજીક આવેલ સીરામીક ફેક્ટરીમાં ગેસ બાટલો લીકેજ થતા આગ લાગી હોય જેમાં ગંભીર રીતે દાઝી ગયેલ શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ લેટોજા સિરામિકના લેબર ક્વાર્ટર માં ગત તારીખ ૧૭ ના રોજ ગેસ નો બાટલો લીકેજ થતાં આગ લાગી હોઈ, જેમાં કમલેશ પાલ આશિષ પાલ,પવન પાલ,સચિન પાલ અને નામના ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા ત્યારે તેમને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે દાજી ગયેલ શ્રમિકો પૈકી કમલેશ રામકરણ પાલ (ઉ.વ.૩૭ હાલ રહે. લેટોજા સિરામીક અમર્ધામ નજીક માટેલ રોડ તા.વાંકાનેર) વાળા ગંભીર રીતે દાઝી ગયેલ હોઈ અને ચાર દિવસથી તેમની સારવાર ચાલતી હતી. ચાર દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું જેથી રાજકોટ સરકારી હોસ્પિટલ ના ડો.વિદિત દ્વારા આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે અકસ્માતે મોત ની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!