Thursday, January 2, 2025
HomeGujaratધુમ્મસને પગલે હળવદ નજીક ટ્રક પાછળ બસ ઘુસી ગઈ: અકસ્માતમાં એક મુસાફરને...

ધુમ્મસને પગલે હળવદ નજીક ટ્રક પાછળ બસ ઘુસી ગઈ: અકસ્માતમાં એક મુસાફરને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો

મોરબી પંથકમાં ધૂમ્મસને પગલે અકસ્માતની વણથંભી રફતાર આજે પણ યથાવત રહી હતી જેમાં હળવદમા ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદથી ભુજ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સ બસને અકસ્માત નડ્યો હતો જેમાં ટ્રાવેલ્સ બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -
- Advertisement -

અકસ્માતની આ ઘટનામાં બસના આગળના ભાગનો કડુસલો બોલી ગયો હતો જેને પગલે મનોજભાઈ નામના એક મુસાફરને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લામાં બે દિવસથી ધુમ્મસના કારણે અકસ્માતનો દોર સર્જાતા ધુમ્મસથી વાહનચાલકો પરેશાન ભોગવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!