Friday, March 29, 2024
HomeGujaratમોરબી તાલુકાના ચકમપર ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને પાઇપ,...

મોરબી તાલુકાના ચકમપર ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને પાઇપ, ધોકાના ઘા ઝીંક્યા

મોરબી તાલુકાના ચકમપર ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ યુવાન સાથે બેફામ વાણી વિલાસ આચરી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ચકમપર ગામે રહેતા દિનેશભાઇ કાંતીભાઇ ચૌહાણ અને કિશનભાઇ ઉર્ફે ત્રિભુવનભાઇ વાલજીભાઇ ચૌહાણ તથા દેવજીભાઇ વાલજીભાઇ ચૌહાણ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખી ગઈ કાલે આરોપી કિશનભાઇ તથા દેવજીભાઇ ચૌહાણે દિનેશભાઈને આંતરી લઈ ઝપાઝપી કરી હતી ત્યારબાદ લાકડાના ધોકા અને લોખંડના પાઇપના અડેધાડ ઘા મારી હુમલો કરતા દિનેશ ભાઈને હાથે, પગે ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે દિનેશભાઇ ચૌહાણે મોરબી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ- ૩૨૪, ૩૨૫, ૫૦૪,૧૧૪ તથા જી. પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!