Monday, June 8, 2026
HomeGujaratમોરબીમાં ધંધાકીય તંગીથી કંટાળી વેપારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં ધંધાકીય તંગીથી કંટાળી વેપારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા અને કલરશોપનો ધંધો કરતા વેપારીએ ધંધામાં પૈસાની તંગીને કારણે તણાવમાં આવી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ મામલે એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ગ્રીન ચોક ઘોડા ફળી મોટી હનુમાન શેરીમાં રહેતા વિરાજ નવનીતભાઈ દફતરી ઉવ.૪૦ નામના વેપારીએ પોતાના મકાનના રૂમમાં છતના પંખા સાથે કાપડની ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્યારે પોલીસ તપાસમાં મૃતકના પત્ની પાસેથી મળેલ પ્રાથમિક વિગતો મુજબ, મૃતક કલરશોપનો વ્યવસાય કરતા હતા અને ધંધામાં પૈસાની તંગીને કારણે છેલ્લા કેટલાક સમયથી ટેન્શનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!