Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના નવા સાદુળકાની સીમમાં માથાભારે શખ્સોએ બુલડોઝરથી રસ્તો ખોદી નાખતા ઉદ્યોગકારોએ મામલતદારને...

મોરબીના નવા સાદુળકાની સીમમાં માથાભારે શખ્સોએ બુલડોઝરથી રસ્તો ખોદી નાખતા ઉદ્યોગકારોએ મામલતદારને રજૂઆત કરી

મોરબીમાં નવા સાદુળકા ગામ નજીક માથાભારે ઈસમો દ્વારા આસપાસની કંપનીઓ પાસેથી પસાર થતા રસ્તા પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતો. અને કંપનીના માલિકો પાસે લાખોની રકમની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિવિધ કારખાનેદારો એ મોરબી મામલતદારને અને તાલુકા પોલીસને રજૂઆત કરી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં અરજદાર કંપનીના માલિકે જણાવ્યું હતું કે, મોરબીમાં ૮-એ નેશનલ હાઈવેથી નવા સાદુળકા ગામ પાસે જબુબેન હંસરાજભાઈ અને તેના પિતા હંસરાજભાઈ તેજાભાઈ પાંચોટીયાનુ ખેતર આવેલું છે. તેના ખેતરને અડીને કાયદેસરનો રસ્તો નીકળે છે. જે રસ્તામાં કિસીવ પોલીપેક એલ.એલ.પી, હરિ કૃષ્ણ ઓઇલ મીલ, કાવર ઇન્ડસ્ટ્રીઝ,બાલાજી ડાયમંડ ટુલ્સ, ગ્રોવ મોર ઓટો પેક એલ.એલ.પી, ફોનીક કલર,ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ,phoenix industres સહિતની કંપનીઓની ફેક્ટરી આવેલી છે. ત્યારે ઉપરોકત વ્યક્તિઓ દ્વારા ૮-એ નેશનલ હાઈવે થી નવા સાદુળકા જવાના માર્ગ પર ગેરકાયદેસર રીતે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.જેથી અરજદાર કંપનીના માલિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ આવી હેરાન ગતી ન કરવા માટે રસ્તો ખોદી નાખનારા ઈસમોએ અરજદારો પાસે ૨૫ લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે માથાભારે વ્યક્તિઓ દ્વારા પૈસાની લાલચમાં આસપાસની કંપનીઓને પરેશાન કરવામાં આવે છે. એટલું જ નહીં આ રસ્તા પરથી જ્યારે આ રસ્તો ખોદી નાખનારા પસાર થાય છે ત્યારે કંપનીના ડ્રાઇવરને અને મજૂરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપે છે. તેમજ કંપનીના વાહનોને પણ નુકસાન પહોંચાડે છે. ઓછું હોય તેઓ દ્વારા મોટા પ્રમાણમાં માટીની ચોરી પણ કરવામાં આવી રહી છે.

આ સંજોગોને ધ્યાનમાં લઈને આવા લોકો વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ મોરબી મામલતદાર પાસે કરવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!