Monday, May 20, 2024
HomeGujaratકચ્છની પરણિતાએ સાસરિયાઓ વિરુધ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

કચ્છની પરણિતાએ સાસરિયાઓ વિરુધ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક પરણિતાએ તેના સાસરિયાઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને કચ્છમાં રહેતા સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતોમા તથા ઘરકામ બાબતે મારકુટ કરી તુ બવ જાડી છો તેમ કહી મેણાટોણા મારી ત્રાસ આપતા આખરે પરણિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વીસીપરા મદીના સોસાયટી પવીત્ર કુવા પાસે રહેતી મૂળ કચ્છની સમીમબેન સુલેમાનભાઇ જીગીયાને તેના પતિ સુલેમાનભાઇ અબ્બાસભાઇ જીંગીયા તથા સાસરિયાઓ હનીફાબેન અબ્બાસભાઇ જીંગીયા, મરીયમબેન હાસમભાઇ જીંગીયા, નુરજહા ઉર્ફે નુરીબેન અયુબભાઇ જીંગીયા, હજીયાણા ઉર્ફે સરીફબેન અયુબભાઇ જીંગીયા તથા જીન્નતબેન અયુબભાઇ જીંગીયા અવાર નવાર નાની નાની બાબતોમા તથા ઘરકામ બાબતે મારકુટ કરી તુ બવ જાડી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી તને રાખવી નથી તેમ કહી ફરિયાદીના પતિને ખોટી ચડામણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપતા સમગ્ર મામલે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!