બનાવની માળીયા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી દીનદયાલભાઇ રામેશ્વર શુકલા(ઉ.વ.૨૯)એ ટ્રેલર નં. જીજે-૦૫-બીયુ-૨૧૮૫ના ચાલક તથા ગુલાબી કલરના ટી શર્ટ વાળા અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે કે આ આરોપીઓ દ્વારા ગત તા. ૦૮થી ૧૮ એપ્રિલ દરમ્યાન નવલખી પોર્ટની અંદર બન્ને ઇસમે પોતાનો સમાન બદઇરાદો પાર પાડવા સારૂ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી ટ્રેલર નં. જીજે-૦૫-બીયુ-૨૧૮૫ માં ખોટી નંબર પ્લેટ લગાવી ફરીયાદીની કંપનીની ખોટી લોડીગ સ્લીપ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ફરીયાદીની કંપનીનો કોલસો ત્રણવાર ઉપરોકત ટ્રેલરમાં કુલ ૧૩૫ ટન જે ૧ ટનની કી.રૂ.૬૩૦૦/- લેખે જેની કુલ કી.રૂ.૮,૫૦,૫૦૦/- નો ભરી લઇ જઇ છેતરપીડી કરી હતી. બનાવ અંગે માળીયા પોલીસે ઇ.પી.કો. કલમ ૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૩૪,૧૨૦(બી) મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.