Saturday, October 5, 2024
HomeGujaratમોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ધો. ૯ થી ૧૨ની ખાનગી શાળાને...

મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ધો. ૯ થી ૧૨ની ખાનગી શાળાને શરૂ કરવા મંજૂરીની માંગ સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત

સરકાર માંગ ન સ્વીકારે તો ઓનલાઈન શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

- Advertisement -
- Advertisement -

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબીના નેજા હેઠળ ખાનગી શાળા સંચાલકોએ ધો. ૯ થી ૧૨ની ખાનગી શાળાને તાત્કાલિક શરૂ કરવા મંજૂરીની માંગ સાથે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રજુઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હવે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી છે જનજીવન સામાન્ય બન્યું છે ત્યારે સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસો, સરકારી શાળા દ્વારા શેરી શિક્ષણ, ધાર્મિક સ્થળો, વ્યવસાયોને કોરોના ગાઈડલાઈન મુજબ શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ ખાનગી શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તેમજ શાળા સંચાલકોની લાંબા સમયથી શાળા શરૂ કરવાની માંગની સરકાર દ્વારા અવગણના કરવામાં આવે છે. જેને પગલે આજરોજ શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી ધો. ૯ થી ૧૨ની શાળાઓ શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારી શાળાઓને મંજુરી આપવામાં આવી છે તો ખાનગી શાળાઓ સાથે આવો અન્યાય કેમ ? પ્રથમ તબક્કામાં ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓને ફરી શરુ કરવાની મંજુરી આપવી જોઈએ ટ્યુશન કલાસીસની સરખામણીએ શાળાના વર્ગ ખંડ, શાળાના મકાન અને સગવડતાઓને ધ્યાને લઈને ખાનગી શાળાઓ કોવીડ ગાઈડલાઈનનું વધુ સારી રીતે પાલન કરી શકે તેમ છે વિદ્યાર્થીઓને ૧.૫ વર્ષ જેટલું પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયું છે જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર કરીને વધુ વિલંબ ના કરતા શાળાઓ સત્વરે શરુ કરવા માંગ કરવામાં આવી છે. જો સરકાર માંગ નહિ સ્વીકારે તો શાળા સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલનના કરાશે અને ઓનલાઈન શિક્ષણકાર્યનો બહિષ્કાર જેવા પગલા ભરતા પણ અચકાશે નહિ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!