Saturday, October 12, 2024
HomeGujaratજોબ ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ અંગે શિબિર(વેબીનાર)નું આયોજન

જોબ ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ અંગે શિબિર(વેબીનાર)નું આયોજન

ભાગ લેવા માટે નિયત નમુનાનાં અરજી જરૂરી બિડાણ સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરીને મોકલી આપવાની રહેશે

- Advertisement -
- Advertisement -

ગુજરાત રાજયમાં કેળવણી પામેલ યુવક-યુવતીઓને શૈક્ષણિક લાયકાત અનુસાર સરકારી, અર્ધસરકારી કે બીન સરકારી સંસ્થાઓમાં નોકરી-જોબ માટે લેખિત તેમજ મૌખિક કસોટી માટે ઉપસ્થિત રહેવું પડે છે. જેની પૂર્વ તૈયારી માટે ઓનલાઈન ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર(વેબીનાર)નું મોરબી જિલ્લામાં આયોજન થનાર છે.

જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજીત આ શિબિરમાં ઓછામાં ઓછા ૧૦૦ યુવક-યુવતીઓ (૫૦ પ્રત્યક્ષ હોલમાં અને ૫૦ ઓનલાઈન) ભાગ લઈ શકશે. આ શિબિર-વેબીનારમાં જોડાવા ઈચ્છતાં મોરબી જિલ્લાનાં ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતાં યુવક-યુવતીઓએ નિયત નમુનાનાં અરજી ફોર્મમાં પોતાની અરજી જરૂરી બિડાણ સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં. ૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે તા.૨૩/૦૭/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે. તેમજ વધુ માહિતી કચેરી સમય દરમિયાન ફોન નં.૯૭૧૪૯૦૪૬૬૯ ઉપરથી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!